અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રિવરફ્રન્ટના લોઅર પ્રોમીનાડ શહેરીજનો માટે આજે પણ બંધ કરવામાં આવ્યા છે. વહેલી સવારથી લોઅર પ્રોમીનાડમાંથી પાણી દૂર થતા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે 2 વાગ્યે પણ સફાઈની કામગીરી ચાલુ જોવા મળી.