પાવીજેતપુરના બોરધા ગામે કોતરમાં પાણીમાંથી મળેલ અજાણ્યા ઇસમના મૃતદેહનો ભેદ ઉકેલાયો મૃતકના લગ્નેતર સંબંધોને લઇને અલગ રહેતી પત્નીને પિયરમાંથી તેડી જતો ન હોય તેના સાળાઓએ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના બોરધા ગામ નજીક ગત તા.૨૧ મીના રોજ કોતરના પાણીમાંથી ૪૦ થી ૪૫ વર્ષની ઉંમરના કોઇ અજાણ્યા ઇસમનો દોરડું વિંટળાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.