ખંભાત શહેરના બજારમાંથી રાત્રિ દરમિયાન એક પરિવાર 5 માસની દીકરીને બાઈક પર બેસાડી ઘરે જવા નીકળ્યા હતા.ત્યારે ચકડોળ ગ્રાઉન્ડ નજીક સ્વામી નારાયણ મંદિર પાસે વળાક લઇ રહ્યા હતા તે સમયે સામેથી એક ઝડપી ગતિએ આવેલા બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો.ધડાકાભેર થયેલા અકસ્માતમાં 5 મહિનાની ધૃતિ વર્ષેસભાઈ ખલાસીનું મોત થયાનું જાણવા મળ્યું છે.મૃતક દીકરીની અંતિમવિધિ પૂર્ણ થઇ હતી.જેને લઇ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.