રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાયમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ ખંભાળિયા સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજી ઉપસ્થિત રહેલા નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો ઝીણવટપૂર્વક સાંભળ્યા હતા. તેમજ નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતોની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ કહ્યું હતું. લોકસંપર્કમાં મંત્રીશ્રી સમક્ષ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના પાયાની રજૂઆતો જેવી કે, પાણી, સિંચાઈ, રોડ રસ્તા સહિતના પ્રશ્નો યોગ્ય નિરાકરણ મ