અમદાવાદના રખિયાલમાં ગુજરાત બોટલિંગ ચાર રસ્તા પાસે પશુ જેવું કોઈ માથું મળી આવતા બજરંગ દળ સહિતના લોકો ભેગા થયા હતા. સોમવારે 10 વાગ્યાની આસપાસ રોડ પર લોકોએ એકઠા થઈ હોબાળો કર્યો હતો. બાપુનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ મામલે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી માથું એફએસએલ ખાતે પરીક્ષણ માટે મોકલ્યું હતુ