રાપરમાં ચડ્ડી, બુકાનીધારી ટોળકી સી.સી.ટી.વી.માં દેખાયાની રાત્રે આ નગરમાં બે બંધ મકાનનાં તાળાં તોડી નિશાચરો રૂા. ૧,૯૦,૦૦૦ની મતા ઉસેડી ગયા હતા. બીજી બાજુ વરસામેડીની સોસાયટીમાં બે દુકાનોના શટરનાં તાળાં તોડી ત્રણ બુકાનીધારી શખ્સોએ રૂા. ૮૦,૨૦૦નો હાથ માર્યો હતો