ભડકોદ્રા ગામમાં આવેલી શ્યામ વિલા સોસાયટીમાં રહેતા 53 વર્ષીય ઉદ્ધવ મહાપાત્રેને શ્વાસ લેવામાં તકલીફ જણાતા તેઓને ગતરોજ અંકલેશ્વર શહેરમાં આવેલ પટેલ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જોકે મોડી રાત્રે તેમનું મોત નીપજ્યું હતું.આ અંગે દર્દીના પુત્ર શુભમ મહાપાત્રેના જણાવ્યા અનુસાર તબીબોની બેદરકારીના કારણે તેઓનું મોત નીપજ્યું હોવાના આજે આક્ષેપ કરાયા હતા.