21 ઓગસ્ટ એટલે વિશ્વ સાહસિકતા દિવસ આ દિવસે લીંબડી ની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પ્રિન્સિપાલ કે એમ ઠક્કર ના માર્ગદર્શન હેઠળ ઇનોવેશન ક્લબ અંતર્ગત વિશ્ચ ઉદ્યોગ સાહસિકતા દિવસ ની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓ PPT પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. પ્રો. કે કે પરમાર, એમ આર પટેલ, ડો. એલ કે રાણા સહિત અધ્યાપકો એ કોલેજના ઉદ્યોગ સાહસિકતા સંદર્ભે માહિતી આપી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ માં જોડાઈ ભાગ લીધો હતો.