ગણેશ મહોત્સવના શુભ અવસર નિમિત્તે SRPF જુથ 17, ચેલા કેમ્પમાં પણ સભ્યોના સાથ અને સહકારથી ગણપતિ બાપ્પાનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનની થીમ સાથે જામનગરના ચેલા SRPF કેમ્પમાં ગણેશ મહોત્સવ ઉજવાય રહ્યા છે. ત્યારે ગઈકાલે વિશેષ મહાઆરતી યોજાઈ હતી. જેમા મોટી સંખ્યામાં સભ્યો અને તેના પરિજનો સહભાગી થયા હતા.