અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. પી.જી.ચાવડાના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવાદીવા ગામના શામજી ફળિયામાં રહેતી લલીતાબેન માનસિંગ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 154 નંગ બોટલ મળી કુલ 31 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.