ભાવનગર શહેરના વિજય સિનેમા નજીક ચોરીની ઘટના બની હતી. વિજય સિનેમા નજીક આવેલી પાનની કેબિનમાં અજાણ્યા ઈસમ દ્વારા તાળા તોડી અંદર પ્રવેશી દુકાનમાં રહેલો સામાન અને રોકડ રકમ સહિતની વસ્તુઓ ઉઠાવીને નાસી છૂટ્યા હતા. જે બનાવને લઇ દુકાન માલિકે પોલીસને જાણ કરી હતી. સમગ્ર બનાવ અંગે માલિક દ્વારા પ્રતિક્રિયા આપી હતી.