માંગરોળ તાલુકામાં કોસંબા ઉમરપાડા રેલવે લાઈનનું નિર્માણ થઈ રહ્યું છે બીજી તરફ નેશનલ હાઇવે નંબર 56 નું નિર્માણ કાર્ય ચાલુ છે જેમાં ઝંખવાવ ગામના મિશન ફળિયાના 17 જેટલા પરિવારો આગામી સમયમાં અસરગ્રસ્ત થાય તેમ છે આ પરિવારો પોતાના ઘર અને જમીન છોડવા માગતા નથી જેથી તેમણે આ મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને રજૂઆત કરી હતી