સાબરમતી નદીમાં ઉપરવાસના પાણીની આવક વધતા તારાપુર પંથકના 1235 એકર જમીનમાં નદીના પાણી ફરી વળ્યા છે.તારાપુરના રીંઝા ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે.ખેતરોમાં ડાંગર કપાસ શાકભાજી સહિતના બાગાયતી પાકો પાણીમાં ઘરકાવ થતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. છેલ્લા બે દિવસ બાદ પણ સાબરમતી નદીના જળ સ્તરમાં ઘટાડો થયો નથી. જેને કારણે ખેતરોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે. ખેડૂતોએ મોંઘા બિયારણ સહિતની માવજત કર્યા બાદ તૈયાર કરેલ મહામૂલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે.