બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદના પગલે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જો કે આજે 294 ગામોમાં યુજીવીસીએલ ની ટીમ દ્વારા રાત દિવસ મહેનત કરી અને વીજ પુરવઠો પૂર્વવર્ત કરાતા આજે શનિવારે 12:00 કલાકે જિલ્લા કલેકટર મિહિર પટેલે યુજીવીસીએલની ટીમથી કામગીરીને બિરદાવી હતી