ઉપરવાસમાં સતત વરસાદને પગલે કિમ નદીમાં સંભવિત પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે.ત્યારે હાંસોટ તાલુકાના પાંજરોલી ગામના નીચાણવાળા વિસ્તારમાં કિમ નદીના જળસ્તર વધતા 106 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.આ અંગે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા ટ્વીટ કરી માહિતી આપવામાં આવી છે.