ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બોરભાઠા બેટ ગામના બુટલેગર ઉક્કડ મગન વસાવાએ વિદેશી દારૂનો જથ્થો મંગાવી ગામની સીમમાં શેરડીના ખેતરમાં સંતાડેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.સ્થળ પરથી વિદેશી દારૂની 95 નંગ બોટલ મળી કુલ 29 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને બુટલેગર ઉક્કડ વસાવાને ઝડપી પાડ્યો હતો.