જાંબુઘોડાના પોયલી ગામના રહેવાસી કરશન નાયક પરિવાર સાથે આજે શુક્રવારે બપોરે 12 વાગ્યાના સુમારે બાઇક પર બાયડ મુકામે મજૂરી કામ માટે જતા હતા.તેમના સાથે પત્ની પારેખાબેન કરશન નાયક અને તેમનો પુત્ર સવાર હતા.ત્યારે હાલોલના વરસડા ચોકડી નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં પારેખાબેનના માથા તથા પગમાં ઇજાઓ પહોંચી હતી.તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.