ફૂડ વિભાગની ટીમ દ્વારા આજે સાંજે 6:00 વાગ્યા સુધીમાં શહેરના સરદારનગર સહિતના વિસ્તારોમાં ખાણીપીણીના 19 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી, 10 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાણીપીણીના 19 નમૂનાઓની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએથી પનીરના ચાર નમૂના પણ લેવામાં આવ્યા હતા.