લીલીયા રેલ્વે સ્ટેશન પર માત્ર એક જ પ્લેટફોર્મ હોવાથી મુસાફરોને ભારે મુશ્કેલી પડે છે. ટ્રેન ક્રોસિંગ વખતે મુસાફરોને પ્લેટફોર્મ વગરની બાજુ ઉતારવામાં આવતા મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સલામતી જોખમાય છે. પીપાવાવ પોર્ટની માલગાડીઓની અવરજવર વચ્ચે અકસ્માતની શક્યતાઓને ધ્યાનમાં રાખી તાત્કાલિક નવું પ્લેટફોર્મ બાંધવાની માંગણી થઈ છે.