તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ જૂથ ગ્રામ પંચાયતના પથરડા ગામના કોટવાળીયા ફળિયાના નિલેશ કોટવાળીયા નું શુક્રવારના રોજ નિધન થતા 3.30 કલાકની આસપાસ સ્થાનિક રહીશો ધસમતસા નદીના પાણીના પ્રવાહ માંથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર બન્યા હતા.વારંવાર રજૂઆત કરવા છતાં પીપળા નદી પર પુલ નહીં બનતા સામે પાર આવેલ કબ્રસ્તાન માં અંતિમ યાત્રા લઈ જવા મજબૂર બન્યા હતા.