બાહુલ આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લામાં અનેક અવરોધો અને કઠિન પરિસ્થિતિઓ વચ્ચે જિલ્લા ટીબી ઓફિસર ડૉ. ઝંખનાબેન વસાવા અને તેમની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરી આગવી સફળતા મેળવી છે. નર્મદા જિલ્લામાં ટીબીના દર્દીઓની વાત કરીએ તો વર્ષ 2022માં કુલ-1553 કેસ નોંધાયા હતા, તેના ઉપર સતત કામગીરી અને લોકજાગૃતિથી વર્ષ-2023માં કેસમાં ઘટાટો થતા કુલ-1423 જેટલા કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ-2024માં 1455 નોંધાયેલા દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી હતી.