ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના કર્મચારીઓ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓ પકડવા માટે ઘાટલોડીયા અમદાવાદ ખાતે તપાસમાં હતા.તે દરમ્યાન મળેલ બાતમીના આધારે ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપી બાલુ મગનભાઈ માવી ઘાટલોડિયાના ધુમા ગામની વિધાસાગર સ્કુલની અંદર, લેબર કોલોનીમાં રહે છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને વિધાસાગર સ્કુલની અંદર લેબર કોલોનીમાંથી આરોપીની ધરપકડ કરી હતી.