બનાસકાંઠા જિલ્લામાં સતત બે દિવસથી અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે જેને લઇને અનેક નદીનાળા જીવંત બન્યા છે જોકે પાલનપુર અંબાજી હાઈવે પર આવેલી અર્જુનની નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે આજે 12:00 કલાકે ખેડૂતોએ જણાવ્યું હતું કે નદી વહેતી થતા નદીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે.