જામનગરમાં રામેશ્વર નગર નજીક શક્તિ પાર્ક સોસાયટી શેરી નંબર એક માં રહેતી ભૂમિબેન અરવિંદભાઈ મકવાણા નામની ૨૧ વર્ષની યુવતીએ પોતાના ઘેર પંખા ના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આસપાસના વિસ્તારમાં એકદમ તીવ્ર દુર્ગંધ આવતાં પાડોશીઓએ મકાનમાં નજર કરીને જોયું ત્યારે યુવતિનો મૃતદેહ લટકતો હતો, અને તીવ્ર દુર્ગંધ મારી રહ્યો હતો, જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી.