જાફરાબાદ દરિયાકાંઠે લાપતા થયેલા 11 ખલાસીઓની શોધખોળ દરમિયાન ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. મૃતદેહોને કિનારે લાવવા બોટની વ્યવસ્થા કરવા માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ તંત્રને સૂચના આપી છે.હજુ પણ લાપતા ખલાસીઓની શોધખોળ દરિયાકિનારે અને દરિયામાં તંત્ર તથા બચાવ ટીમ દ્વારા ચાલુ છે. આ દુર્ઘટનાએ દરિયાકાંઠાના વિસ્તારમાં શોકની લાગણી છવાઈ છે અને સ્થાનિક માછીમારોમાં ભય સાથે ચિંતાનો માહોલ છે.