વેરાવળ મહાજન પાંજરાપોળ દાયકાઓથી હજારો અબોલ ગૌવંશને સાર સંભાળ સાથે ઉછેરની જવાબદારી સફળતાપૂર્વક સંભાળે છે અને હાલ વેરાવળ મહાજન પાંજરાપોળ ઈણાજ, ઉંબા ગૌશાળામાં આશરે 900થી વધુ ગૌવંશ અને અબોલ જીવોનું જતન કરી તેની સારસંભાળની કામગીરી કરવામાં આવી રહેલ છે.આ કામગીરી સુદઢ રીતે ચાલુ રહે તે માટે વેરાવળ મહાજન પાંજરાપોળના ટ્રસ્ટીઓના વરદ હસ્તે ઉંબા ખાતે ગૌશાળામાં ગાયો માટે શેડ અને પાણીના હવેડાના દાતાઓના સહયોગથી લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.