સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના 80 ફૂટ રોડ પર ઉદ્યોગનગર, દેશળ ભગતની વાવ અને ભક્તિ નંદન સર્કલ નજીકના વિસ્તારોમાં દબાણ હટાવવાની વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન રસ્તા પરના અવરોધો દૂર કરવામાં આવ્યા હતા, જેનાથી માર્ગ સરળ અને સુરક્ષિત બન્યો છે.