કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા વૃક્ષારોપણના કાર્યક્રમમાં ગયા હતા તે દરમિયાન ગામ લોકો દ્વારા રાજપુર થી ચાંદરડા રોડ પર પડેલા ખાડા પૂરવા બાબતે રજૂઆત કરતા રાજેન્દ્ર ચાવડાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી ઇજનેર ઓજસ પટેલ ને ફોન પર વાત કરી હતી.ઇજનેરે લેખિતમાં આપો તો જ ખાડા પૂરાશે તેવું કહેતા રાજેન્દ્ર ચાવડાએ પણ કહ્યું હતું,કે લેખિત મા આપવાનું નથી ને ખાડા પૂરવા ના છે,હું કહું એટલે ખાડા પૂરી દેવાના.આમ હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.