વાલિયા તાલુકામાં આવેલાં શિનાડા ગામ મંદિર ફળિયામાં રહેતા લલ્લુ મૂળજી વસાવાની બાજુમાં રહેતી ગંગાબેન રાવજી પરમાર તેમજ તેમની ત્રણ પુત્રીઓ સજલ, આરતી અને નેહા પરમારએ અગાઉ અમોએ એઠવાડ તમારા ઘર પાસે નાખેલ તે બાબતે કેમ અપશબ્દો ઉચ્ચારતા હતા તેમ કહી ઝઘડો કરી આવેશમાં આવી ગયેલ ગંગાબેન પરમારે ઘરમાંથી ધારીયું લઈ આવી લલ્લુભાઈને માથાના ભાગે મારી દીધી હતું.જ્યારે ત્રણ પુત્રીઓ સજલ, આરતી અને નેહા પરમારએ લલ્લુ ભાઈના પરિવારને માર માર્યો હતો.