શહેરાના અણીયાદ ચોકડી વિસ્તારમાં હાઇવે માર્ગ પર કરાયેલા માટીના ઢગલાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.આજે મોડી રાત્રિ એ હાઇવે માર્ગ પરથી પસાર થતી એક કાર અચાનક હાઇવે પરના માટીના ઢગલા પર ચડી ગઈ હતી.આ બનાવમાં કારને નુક્શાન થયું જ્યારે અન્ય કોઈ જાનહાનિ થઈ ન હતી.