આજરોજ ગળતેશ્વર મામલતદાર કચેરી ખાતે ગળતેશ્વર ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટના મંત્રી પુરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણીને ઠેસ પહોંચે એવી સમાજ વિરોધી ટિપ્પણી કરવામાં આવી.જેનાથી ભારતવર્ષ ભરમાં ક્ષત્રિય સમાજ ખૂબ જ નારાજ છે. બંને તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો વતી આ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને સમાજની જે લાગણી છે એનો સ્વીકાર કરવામાં આવે.અને કાયદેસરની સજા કરવામાં આવે એવી માગણી સાથે આજરોજ ગળતેશ્વર મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું.