વિરમગામ રામ મહેલ મંદિરના સત્સંગ હોલ ખાતે આઇટીસીટી કોમ્પ્યુટર ક્લાસીસમાં વિવિધ કોર્ષ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓને ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલના વરદ હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ.પૂ મહામંડલેશ્વર રામકુમારદાસ બાપુ,વિરમગામ લાયન્સ ક્લબના નવા પ્રમુખ નરેન્દ્રભાઈ પ્રજાપતિ અને ડૉ.કુબાવત સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.