દ્વારકા નજીક વરવાળા પાસે દરિયામાં માછીમારી કરી રહેલા મૂળ ભાવનગર જિલ્લાના એક યુવાન કોઈ રીતે હોડીમાંથી દરિયામાં ઉથલી પડ્યા પછી ડૂબી જવાથી મોત થયું ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના સરતાનપુર બંદરના વતની સંતોષભાઈ ભીમાભાઈ વૈનડ નામના યુવાન દ્વારકા નજીકના વરવાળા પાસે દરિયામાં હોડીમાં હતા. આ વેળાએ કોઈ રીતે સંતોષભાઈ હોડીમાંથી દરિયામાં ઉથલી પડતા ડૂબી ગયા છે. તેઓનું મૃત્યુ નિપજ્યાનું અરવિંદભાઈ ભીમાભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે.