આ અવસરે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ. અર્ચનાબેન પ્રજાપતિએ માસિક સ્વચ્છતા એ દીકરીઓના શિક્ષણ માટે અગત્યનો મુદ્દો છે એવો સંદેશ આપ્યો અને શિક્ષકોને પોતાની જવાબદારી નિભાવવા પ્રેરિત કર્યા. કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિ જિલ્લા વિકાસ અધિકારી દેવા હુતી (IAS) એ રોટરી તથા કન્યાઝ ચાન્સ એનજીઓના આ પ્રયત્નને બિરદાવ્યો અને દીકરીઓ સુધી માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન તથા પેડ વિતરણ અને માહિતી પુસ્તિકા પહોંચાડવાની કામગીરીને પ્રશંસનીય ગણાવી