અમદાવાદમાં DCP તરીકે ફરજ બજાવતી બે મહિલા DCPના પતિની તાત્કાલિક અસરથી બદલી કરાઇ. રાજ્યના પોલીસવડા દ્વારા શુક્રવારે 5 કલાકની આસપાસ વડોદરા ખાતે બદલી કરવામાં આવી. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અભિષેક ધવન અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI નિકુંજ સોલંકીની વડોદરા ખાતે બદલી કરવામાં આવી. બંને PIનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે.