આજે સાંજે 5:30 વાગ્યાની આસપાસ શહેરના રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર ફરી વધુ એકવાર ભારે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી. જેને લઈને વાહન ચાલકો ભારે પરેશાન થઇ ગયા હતા. ત્યારે અહીંચાલી રહેલ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ ટ્રાફિક સમસ્યા હળવી બનાવવામાં આવે તેવી માંગણી વાહનચાલકો દ્વારા કરવામાં આવી છે.