ભાવનગર શહેર નજીક આવેલા નારી ગામના 40 જેટલા યાત્રીઓ નેપાળ પ્રવાસે ગયા હતા. તે દરમિયાન નેપાળમાં હિંસા ફાટી નીકળે છે ત્યારે હાલ તમામ યાત્રિકોની માહિતી મેળવી ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા તેઓ સાથે વીડિયો કોલ થી વાતચીત કરી હતી. અને યાત્રિકોને આશ્વાસન આપ્યો હતો કે ગુજરાતના મુખ્યમંત્રી અને ભારત સરકાર સાથે વાતચીત કરી તેઓને ઝડપથી ભાવનગર લાવવા માટેની કાર્યવાહી કરાશે.