હાથીખાનામાં આવેલ હનુમાનજીની દેરી પર ટીપી શાખા દ્વારા અનધીકૃત બાંધકામની નોટિસ લગાવતા લતાવાસીઓ ભારે રોષે ભરાયા હતા. આ અંગે આજે સાંજે 5:30 વાગ્યાની આસપાસ તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ દેરી 50 થી 60 વર્ષ જૂની છે. અને શેરીમાં કોઈપણને નડતરરૂપ નથી. મનપા દ્વારા અપાયેલ નોટિસ અંગે તેઓ મનપામાં જઈને આ મામલે રજૂઆત કરશે.