માંગરોળ તાલુકા મથક ખાતે આવેલ જલેબી હનુમાનજી મંદિરે શ્રાવણ માસના છેલ્લા શનિવારે દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી આજે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા પગપાળા આવતા યાત્રિકો માટે લિંબાળા રણકપોર શાહ સહિતના ગામો ખાતે સેવા કેમ્પો શરૂ કરાયા હતા મંદિર ટ્રસ્ટના સંચાલક હિરેનભાઈ પાઠક ટ્રસ્ટી કિન્નરભાઈ પટેલ વગેરે દ્વારા સેવા કાર્ય કરનાર સેવાભાવી આગેવાનો નું સન્માન કરાયું હતું