જૈનો ના પર્યુષણ મહાપર્વની ઉજવણી ભારતભર અને વિશ્વ આખામાં જૈનો કરી રહ્યા છે. આજે શહેર નો ડોલરીયો ગણાતો અલકાપુરી જૈન સંઘ માં પર્યુષણા પર્વ ના ચોથા દિવસે સંઘ ના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ ના નિવાસ સ્થાને થી વાજતેગાજતે કલ્પસૂત્ર ઉપાશ્રયમાં લાવી ચાતુર્માસ બિરાજમાન આચાર્ય હેમપ્રભસુરી તથા આચાર્ય મનમોહનસુરી મહારાજ ને વોહરાવ્યું હતું ત્યાર બાદ કલ્પસૂત્ર ની પાંચ પુજાઓ તથા જ્ઞાન ની પુજા કરી અષ્ટ પ્રકારી પુજા કરવામાં આવી હતી.