તારાપુરના જીચકાથી ખાનપુર રોડ પર આવેલ ઠાકોર વાસ પાછળ સીમ વિસ્તારમાંથી તરછોડાયેલ શિશુ મળી આવ્યું છે.જે અંગેની તારાપુર પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે સઘન તપાસ હાથ કરી હતી.જેમાં નવજાત જન્મેલા અને તરછોડાયેલા બાળકને તારાપુર પોલીસે કબજો લઈ તારાપુરની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે મોકલ્યો છે.તારાપુર પોલીસે આ તરછોડાયેલ બાળકના માતા પિતા કોણ છે કયા કારણોસર એને તરછોડી દેવામાં આવ્યો છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.