કોડીનાર શિંગોડા નદી માં અજાણી મહિલા પડતા રેસ્ક્યુ હાથ ધરાયું.સ્થાનિક પોલીસ દ્વારા મહિલા ને નદી બહાર કાઢવામાં આવી અને વધુ તપાસ હાથ ધરાઈ.બેહોશ હાલતમાં મહિલાને પાણી બહાર કાઢવામાં આવી કોડીનાર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.જો કે મહિલા કઈ રીતે નદી માં ખાબકી અને ક્યાંની છે તે હજુ જાણવા નથી મળ્યું. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.