ભાભર તાલુકામાં ભારે વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમજ વાહન વ્યવહાર માટે રસ્તાઓ પણ બંધ થઈ ગયો છે જેને લઈ ને ખેડુતો પશુપાલકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહો છે ત્યારે વજાપુર નવા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે ત્યારે વજાપુરનવાથી જાનાવાડા જવાનો માર્ગ અને ખેતરો બેટમાં ફેરવાયાં છે ખેતી પાકો પાણીમા ગરક થયા છે જે બાબતનો વીડિયો આજે સોસીયલ મીડિયામાં જાગૃત નાગરિકે વાઈરલ કરી સરકાર નુખસાનનું સર્વે કરાવી ખેડૂતોને સહાય ચૂકવે તેવી માંગ કરાઈ