જામનગરમાં શ્રીજી શિપિંગ ગ્લોબલ લિ.નો IPO 58 ગણો છલકાયો છે, અને આ ભરણાએ શેરબજારમાં નવું સિમાચિહ્ન સ્થાપિત કર્યું છે. આ કંપનીએ સ્ટીવડોર ક્ષેત્રમાં IPO લાવનારી વિશ્વની પ્રથમ કંપની બનવાનું ગૌરવ મેળવ્યું છે. કંપનીનો IPO રૂ 410 કરોડનો હતો, જ્યારે 40 દેશોના 19 લાખ રોકાણકારોએ રૂ 16,700 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું.