સિહોર ના સુપ્રસિદ્ધ રામપરા મેલડી માં ખાતે અગાઉ સાડા છ લાખ જેટલી સોના ચાંદીના દાગીનાની ઘરેણાની ચોરી થવા પામી હતી જેની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી ત્યારે મેલડી માં ના પૂજારીઓ દ્વારા સાડા ત્રણ દિવસના પ્રતીક ઉપવાસ પર બેસી માતાજીની પ્રાર્થના કરી તાત્કાલિક ધોરણે જે કોઈએ ચોરી કરી હોય તે પરત કરી દે કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો પૂજારીના પ્રતીક ઉપવાસની મુલાકાત લીધી