ભરૂચની જલારામ ધામ સોસાયટીમાં ભાડેના મકાનમાં રહેતા કાંતિ રજન સાહુ પોતાના ઘરના દરવાજાનું તાળું મારી બહાર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોનાના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.તસ્કરો આટલેથી નહીં અટકતા અન્ય મકાનને પણ નિશાન બનાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છેકે તસ્કરો અત્યાર સુધી 8થી વધુ વાર ચોરીની ઘટનાઓને આ જ સોસાયટીમાં નિશાન બનાવ્યા હતા.