જામનગર મહાનગરપાલિકા દ્વારા બે કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ વિસર્જનકુંડ વિશાલ હોટલ પાસે બનાવાયો છે, તે સ્થળે ગઈકાલે 224 ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જયારે બીજો વિસર્જનકુંડ લાલપુર બાયપાસથી રણજીતસાગર જતાં સરદાર રીવેરા સોસાયટી પાસે બનાવાયો છે, જ્યાં 73 સહિત બંને વિસર્જનકૂંડના કુલ 297 ગણપતિની મૂર્તિનું વિસર્જન કરી લેવાયું છે.