પોષણ અભિયાનને બનાવીએ જન આંદોલન* પોષણ માસ સફળ અને સુચારૂ રીતે ઉજવાય તે હેતુથી જિલ્લાના સંબંધિત વિભાગો દ્વારા કરવાની થતી કામગીરીના આયોજન અર્થે આજે જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી જયંત કિશોરના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 'પોષણ માસ'ની ઉજવણી તા. ૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર સુધી થશે.પોષણ અભિયાનના ઇચ્છિત ધ્યેયો હાંસલ કરવા માટે વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે વર્તણૂકલક્ષી પરિવર્તન એક મહત્વપૂર્ણ ઘટક.