મુંદરાના બોરાણા નજીક ઝારખંડના યુવાનની હત્યાના કિસ્સામાં ગાડી ચલાવવાનો મુદ્દો કારણભૂત હોવાનું ખુલ્યું હતું. પોલીસે કડીબદ્ધ પગલાં ભરી મૃતકની સાથે જ કામ કરતા આરોપી આસામના રોમેન હરિનાથ ઉર્ફે ગંજન ટાંટીની ધરપકડ કરી ગણતરીના કલાકોમાં જ હત્યાના આ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.