શહેરા તાલુકાના વક્તાપુરા ગામના લાટ ફળીયામાં રહેતા ભારતભાઈ દેસાઈભાઈ રાઠવા ખેતરમાં ગયા હતા,જ્યાં બાઈકને લોક મારી રોડની સાઈડમાં પાર્ક કરી ખેતરમાં ગયા હતા,ત્યારબાદ કોઇ અજાણ્યો ચોર ઈસમ સ્ટેરીંગ લોક તોડી બાઇકની ચોરી કરી લઇ ગયો હોવાનું જણાઇ આવતા આ સમગ્ર બાબતે શહેરા પોલીસ મથકે બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.